Ahmadabad Airport New Service Start Read Full
અમદાવાદથી અમેરિકા જતી ફ્લાઈટમાં એક ચાર વર્ષના છોકરાને ટોઈલેટ જવું હતું તો એની મમ્મીને લઈને ગયો…
એની મમ્મીએ ટોઈલેટની બ્હારથી પૂછ્યું બેટા કેટલી વાર લાગશે?
છોકરાએ કહ્યું પાંચ મીનીટ ….
તો એની મમ્મીએ કહ્યું … હા બેટા આરામથી કરીલે હું આવુ પાંચ મીનીટમાં…
આ દરમિયાન છોકરાનું કામ બે મીનીટમાં પતી ગયું તો એ છોકરો એની જાતે સફાઈ કરી પેંટ પ્હેરી બ્હાર આવી ગયો અને પેન્ટ્રી બાજુ જઈ એર હોસ્ટેસ જોડે રમવા લાગ્યો….
હવે બન્યું એવું કે એ ફ્લાઈટમાં એક બાપુ પણ પ્હેલી જ વાર અમેરિકા જતા હતા અને એમને ટોઈલેટ આયા તો એ બાપુ એ જ ટોઈલેટમાં ગયા…..
હજી બાપુ અંદર આરામથી હળવા થતા હતા ત્યાં તો પેલા છોકરાની મમ્મીએ આવીને ટકોરા મારી કીધું કે…
“પતી ગયું હોય તો ધોવડાવીને પેન્ટ પહેરાવી દઉં”
આ સાંભળી બાપૂની તો આંખો જ પ્હોળી થઈ ગઈ અને બાપુ બોલી ઉઠ્યા કે…..
“આને કહેવાય સર્વીસ….”
Leave a Comment
You must be logged in to post a comment.