Gujarati Jokes

Amdavadi Jokes

એક અમદાવાદ ના વ્યક્તિ ને ત્યાં પાંચ મિત્રો આવ્યા. એની પત્નીએ કહ્યું “ખાંડ ખુટી ગઇ છે જલ્દી થી લેતા આવો, ચા માં જોઇશે ને.” એણે કહ્યું “તું ચા એવી જ બનાવ બાકી હું સંભાળી લઇશ.”
છ કપ ખાંડ વગરની ચા આવી ત્યારે પેલા ભાઇએ મિત્રો ને કહ્યું” આમાંના એક કપમાં ચા માં જાણી જોઇને ખાંડ નથી નાખી. જેને એ કપ આવશે એને ત્યાં આપણે બધા આવતા રવિવારે જમવાનું રાખીશું.”
બધાએ ચા પીધી પછી જ્યારે દરેક ને પુછવામાં આવ્યું કે “કેવી હતી?”
દરેકે કહ્યું ” બહુ ગળી હતી”
આને કહેવાય અમદાવાદી ..????????????..