GEB jokes Gujarat electricity officers jokes

GEB ઓફિસર – કેળા કેમ દીધા
કેળા વાળો – શેનાં માટે જોઈએ છે સાહેબ
GEB ઓફિસર – મતલબ
કેળા વાળો – મતલબ પ્રસાદ માટે જોઈએ તો 10 રૂપિયે કિલો, વૃદ્ધાશ્રમ માટે જોઈએ તો 15 રૂપિયા કિલો, છોકરાઓને ડબ્બા માં આપવા જોઈએ તો 20 રૂપિયા કિલો, ઘરે ખાવા જોઈએ તો 25 રૂપિયા કિલો અને પિકનિક માં લઇ જવા જોઈએ તો 30 રૂપિયા કિલો.
GEB ઓફિસર – આ શું મૂર્ખામી છે, કેળા તો એક જ છે તો પછી એના ભાવ જુદા જુદા કેમ ?
કેળા વાળો – આ તમારી જ પધ્ધતિ છે પૈસા વસુલવાની…1 થી 100 રિડીંગના ભાવ અલગ,100 થી 200 ના અલગ, 200 થી 300 ના અલગ..તમારા બાપાની વિજળી છે. તમે પણ એક જ થાંભલા પરથી વિજળી આપો છો, તો પછી ઘર માટે અલગ ભાવ, દુકાન માટે અલગ ભાવ ને કારખાના માટે અલગ ભાવ અને મીટર નું ભાડું, મીટર શું વિદેશ થી આયાત કર્યા છે કે ? 35 વરસથી એનું ભાડું ભરું છું, આમ એની કિંમત છે શું ?

જાગો ગ્રાહક જાગો

મો. ખા. ગ્રાહક મંડળી..