Politicians Jokes

Gujarat election Jokes on Kejriwal AAP

એક ગામડામાં એક ડોસી મા ના ઘરમાં મીન્દળી (બિલાડી) વિયાણી એના બચ્ચા જન્મતાં વેંત બોલવા લાગ્યા….
આમ આદમી પાર્ટી જીતેગા,
આમ આદમી પાર્ટી જીતેગા
આ વાત વાયુ વેગે બધે ફેલાઈ ગઈ.

દશ પંદર દિવસ પછી આમ આદમી પાર્ટી નાં નેતા અરવિંદ કેજરીવાલે આ વાત ની ખરાઈ કરવા તે ગામમાં આવ્યા અને ડોસી મા ને કહે કયાં છે બિલાડી ના બચ્ચાં અમને બતાવો ડોસી મા એ જુના મકાનમાં લઈ જઈને બતાવ્યા.

ત્યાં જઈ ને જોયુ તો ત્યાં તે બચ્ચાં,
ભાજપ જીતેગા…
ભાજપ જીતેગા…..
એમ બોલતા હતા બધાજ નેતાઓ એ ભેગા થઈ ને ડોસી મા ને કહયું તમે તો કહેતા હતા ને આમ આદમી પાર્ટી જીતસે એમ બોલતા હતા ને હવે કેમ આમ બોલે છે…

ડોસી માએ કહયું દિકરાવો ત્યારે….
તેની આંખો ઉઘડી નહોતી અને હવે એની આંખો ઉઘડી ગઇ છે…

મ્યાવ….

Leave a Comment