Gujarati Jokes

Gujarati Kaka First time Fivestar Hotel me Chai Pine Gaye!!!

એક કાકા પહેલીવાર મોંઘી ફાઈવ સ્ટાર હોટલમાં ગયા. એમણે ચા મંગાવી.

વેઇટર ટ્રેમાં ગરમ પાણીનું થર્મોસ, ટી-બેગ, દૂધ પાઉડરનું પાઉચ અને શુગર ક્યુબ આપી ગયો.

કાકાએ માંડ માંડ જાતે ચા બનાવીને પીધી. વેઇટરે પૂછ્યું ”બીજું કંઈ લાવું?”

કાકા કહે ”આમ તો ગરમાગરમ ભજીયાં ખાવાનો વિચાર હતો પણ ભાઈ, આટલા નાના ટેબલ ઉપર તું ચણાનો લોટ, કાંદા, મરચાં, કડાઈ, તેલનો ડબ્બો અને ગેસનો ચૂલો મુકીશ ક્યાં?”  ????????????

Leave a Comment