latest Hirlo Virlo Gujarati Jokes,. હિરલો વીરલો Jokes in Gujarati.
હિરલાંને સવારનાં ઉઠતાં વેંત જ જબરો માર પય્ડો.
એમાં થ્યું એવું કે હિરલાંએ રાત્રે ૩:૩૦ વાય્ગે વોટ્સએપ્પમાં ગ્રુપ બનાય્વું.
પ્હેલાં તો વીરલો, ચાગલો દિકું, પુજલી અને પ્રિતલીને ઈ ગ્રુપમાં એડ કયરાં પછી બીજા બધાંય મિત્રોને.
અને માર ખાધો એનું કારણ હતું એણે બનાવેલાં ગ્રુપનું નામ :
“સ્વાર્થનાં સગા” ????
હિરલો : (પેટ્રોલ પંપે)
સોનું(૧૦૦નું) ભરતો ભાઈ…
પેટ્રોલ ભરવાવારો :
શું સોનું ભર!? આયાં કાંઈ સોનાની ખાણ છે? ????
????
????
????
????
????
????
????
????
????
????
????
#હિરલોવીરલો
ચુંટણીનો સમય છે એટલે ન્યુઝ ચેનલવારાં બધાંયનાં વિચાર જાણવાં માટે ચોકમાં બધાંયને પ્રશ્ન પુછતાંતાં.
એમાં ન્યુઝ રીપોર્ટરે હિરલાંને પુય્છું :
“શું લાગે છે તમને આ વખતે?
રિપોર્ટરનાં હાથમાંથી માઈક જટીને પ્રિતલીએ રીપોર્ટરને કીધું :
“એને કાંઈ નો પુછો. અને એને એવું તો ખાસ ના જ પુછતાં કે એને શું લાગે છે. ઈ જ્યારે જ્યારે ચુંટણી સમયે કાંઈક બોલે છેને ત્યારે ત્યારે એને ડંડા જ લાગે છે. એને કાંઈ નો પુછો… એને કાંઈ કરતાં કાંઈ નો પુછો.” ????????????
હિરલો :
વીરલા… એક વાત કહું?
વીરલો :
હાં. એક શું કામ ને? બે બોલને.
હિરલો :
એકય સહન નઈ કરી શક હોં!
વીરલો :
તું બોલને ભાઈ હવે…
હિરલો :
એ કાંઈ નઈ હું ખાલી એમ જ કહેતોતો કે નાક બંધ કરી લેજે.
હિરલો :
અરે હેતલી… પુજલી…!!! આ તમે બેય ભેગી થઇ ને આ ચાગલા ને મારો છો કાં?
હેતલી :
આ તારો ચાગલો દીકું શું કરતોતો ઈ એને પૂછ પેલાં… હહહહ…
પુજલી :
આ સનેડો અને તારો બીજો સનેડો વીરલો બેય જણા ગંધારાવ… ઓલા કરશનીયાએ ફૂંકેલી… એઠી બીડીયું ને સરગાવીને એનાથી લવીંગ્યા ફોડતાતા! બોલ!!!
હિરલો થોડાંક મહિનાં માટે કામથી બ્હાર ગામ જાય છે.
હિરલો :
અચ્છા ચલતાં હું દુવાઓ મેં યાદ રખના ✋????
????
પ્રિતલી :
તારે જ્યાં જાવું હોય યાં જા. પણ દિવાળી પ્હેલાં જેની જેની પાંહેથી ઉધાર લીધા છે ઈ બધાંયને દઈને જાજે. નહિંતર તને દુવામાં નઈ પણ બદદુવામાં જરુર યાદ રાખશે બધાંય. ????
????
????
????
????
????
????
????
????
????
#હિરલોવીરલો
હિરલો :
વીરલાં… આ બેલ્ટમાં એક કાણું ઓછું છે. હજી પેન્ટ ઢીલું જ લાગે છે.
વીરલો :
તો એક નવું કાણું પડાવ.
બેલ્ટનાં કાણાં ઉપરથી આપણને જીવનમાં શું શીખવાં મળે છે?
હિરલો :
બેલેન્સ.
જો બેલેન્સ ના રહ્યુંને તો પછી…
ચાગલો દિકુ :
પુજલી… તાલી સ્કીન ઓઈલી છેને?
પુજલી :
હા છે. તો!?
ચાગલો દિકું :
તો તું બધેય ઈ તેલ વાપલતી હોય તો!? કેટલાં લુપીયા બચે ખબલ છે તને!?
પુજલી :
હિરલો :
જો દિકું… તને ખબર છે? ઉંટનાં અઢાર અંગ વાંકાં હોય છે!?
???????? ચાગલો દિકું :
????
હંમ્મ્મ. એતલે જ…
હિરલો :
શું અેટલે જ!?
ચાગલો દિકું :
ઉંતનાં અધાલ અંદ વાંતાં હોય છે એતલે જ ચેછની લમતમાં ઉંત આદો આદો હાલે છે! હંમ્મ્મ… ????
હિરલો :
વીરલાં… તને ખબર છે? અમુક ???? ગાયને ખબર હોય છે કે ઈ પોતે
???? ગાય છે!?
વીરલો :
ઈ કેવી રીતે? ????
હિરલો :
શેરીમાં ગાયને રોજ રોટલી કે કાંઈ બીજું ????ખવરાવારાં એને બોલાવે ત્યારે શું ક્યે છે?
વીરલો :
ઈ નથી ખબર. પણ ગાય એનાં ઘરે આવે ત્યારે અમુક એને એનાં હાથેથી ખવરાવી દયે છે અને અમુક એનાં ઘરની બ્હારે જ રાખી દયે છે એટલે ગાય આવીને જ ખાય જાય છે.
હિરલો :
હા. પણ અમુક લોકો ગાયને બોલાવીને જ ખવરાવે છે અને ગાયને બોલાવવાં બોલે ????છેને કે…
“ગાય ગાય ગાય ગાય
આ લે….. ????
ગાય ગાય ગાય ગાય” ????
????
????
વીરલો : (હિરલાંને)
અભાગ્યાં… તું તો બોવ નશીબદાર હોં! ????
હિરલો :
????
????
????
????
હિરલો :
એક બાધા લઈ લેવી છે. ????
વીરલો :
શેની બાધા? ????
પુજલી :
હજી આજે જ તે એક બાધા છોય્ડી!? ????
પ્રિતલી :
તો હવે શું કામને નવી બાધા? ????
ચાગલો દિકું : ????????
આ વલછની આ નવમી બાધા થઈ તાલી બાઘા… ????
હિરલો :
હાં. હવે બધી બાધા પુરી થઈ.
પણ આ હવે મારે જે નવી બાધા લેવી છેને ઈ તો
“એકેય નવી બાધા ન લેવાની” બાધા
લઈ લેવી છે હવે. ????
હિરલો :
આ તું શું વાતે વાતે ભૈસાબ ભૈસાબ કીધા રાખશ? હું તારો ભાઈ છું? ????
વીરલો :
પ્રિતલી… તારા જ લીધે આ પુજલીયે મનેય ભૈસાબ ભૈસાબ કીધે રાખે છે.
પુજલી :
એનાં લીધે કાંઈ નઈ. બધી બાયું કોઈ પણ પુરુષને અને એનાં પતિનેય ભૈસાબ ક્હેતી આવી છે, ક્હેતી જ હોય છે અને આગળય ક્હેતી રહેશે હોં ભૈસાબ!
પ્રિતલી :
ઈ તો હાયલે રાખે. કોક વાર બોલાય જાય. હવે તમે શાંતિ રાખોને ભૈસાબ.
હિરલો :
વરી પાછું ભૈસાબ! ????
યાદ રાખજે હોં લગન હજી બાકી છે. હવે એકેય વાર બોય્લી તો લગન પ્હેલાં જ સીધ્ધા છુટ્ટાછેડાં.
પ્રિતલી :
હા ભૈસાબ હા ????
????
હિરલો :
વીરલાં… કાંઈક સેટીંગ કરને.
વીરલો :
ઈ સેટીંગ મારાથી નઈ થાય.
આ વાત પુજલીને પ્રિતલી સાંભળી ગઈ.
પ્રિતલી :
શું કીધું? એકેય જાતનાં સેટીંગ-બેટીંગ કયરાં છેને તો ઘરમાં પગ નઈ મેલવાં દંઉં. ૨૦૧૭માં તો ઘરમાં છો પણ ૨૦૧૮માં તો ઘરની બ્હારે જ હય્શો બેય. જ્યાં જુવો યાં બસ એક જ વાત! થર્ટી ફર્સ્ટ… થર્ટી ફર્સ્ટ… થર્ટી ફર્સ્ટ… ????
????
????
હિરલો :
અરે મારી મા…! આ મારા ફોનમાં એક એપ્લીકેશન છે એનાં સેટીંગની વાત કરું છું. હું તો ભાંગય નથી પીતો તો દારુ તો બોવ દુરની વાત છે. ????
હિરલો :
હદ છે યાર વીરલાં! તારી બેન (પ્રિતલી) મને કંગાળ કરશે. આ જો તો ખરાં. રીચાર્જનો ખરચો!
વીરલો :
અને તારી બેન(પુજલી) મને કંગાળ કરશે એનું શું? આ જો આ એનાં રીચાર્જનો ખરચો.
ચાગલો દીકું :
નવલીનાવ તમે બેય ત્યાં તંદાલ થાછો. તમે ત્યાં બેય લુપિયાં તમાવ છો. બીલ તો તમાલાં બાપા ભલે છે. હંહ્હ્હ્હ.
હિરલાંએ એનાં ઘરનાં અને વીરલાનાં ઘરનાં બધાંયને બોલાય્વાં જ્યારે ચાગલો દિકું ઘરમાં ન્હોતો.
હિરલો :
આજે થઈ ૨૮મી તારીખ છે. એટલે ચાર દિ પછી નવું વરહ બેસસે. તો મ્હેરબાની કરીને કોઈ એને કાંઈ વસ્તુ, ખાસ તો કોઈ મોંઘી વસ્તુ ના લઈ દેતાં. કાંઈ લેવાનું ક્યે તો વાતને વારી લેજો. બીજી વાત ચાલું કરી દેજો.
પ્રિતલી :
પણ કાં? શું કામને?
હિરલો :
ચાર દિ પછી નવું વરહ બેસસે. દિવાળી ટાણેય એણે આવું કયરુતું મારી હારે. એટલે ક્હું છું. આ ચાર દિ માં તમે કોઈ મોંઘી વસ્તુ એને લઈ દેશો તો ઈ વસ્તુ પાંચમા દિવસે એક વરહ જુની થઈ જાશે. ???? બાકી તમારી મરજી હોં.
????
હિરલો :
લે! વીરલાં! શું થઈ ગ્યું આ તને? આ હાથ ક્યાં ભાંગીઆય્વો?
વીરલો :
સ્કુટર હલાવતોતો પણ ઘોડી ચડાવતાં ભુલી ગ્યોતો
હિરલો અને વીરલો ગામમાં ફરતાંતાં. અચાનક હિરલાંએ સુલભ સૌચાલય સામે સ્કુટર ઉભું રાય્ખું.
વીરલો :
ખરચું?
હિરલો :
હાં. લાવ તો દસ રુપિયા… ખરચું.
#Emojiવાર્તા
હિરલો : ???????? (કાંઈક વિચારતો હોય છે.)
પ્રિતલી : ????????
ઓય સનેડાં! શું કરશ?
હિરલો : ????????♂️
બસ. જો વિચારું છું કે શું વિચારું!
પ્રિતલી : ????????♀️
બસ.
વાર્તા પુરી. ✋????
????
#હિરલોવીરલો
હિરલો :
વીરલાં… તારી જનમ તારીખે કોઈ મહાન વ્યક્તિ જનય્મું છે કે નઈ?
વીરલો :
હા. કેટલાંય. મારી જનમ તારીખે તો મારા જનમ દિવસનાં ૧૦૦ વરસ પ્હેલાં એક મહાન વ્યક્તિ જન્મેલાં.
હિરલો :
તો તો તું નશીબદાર. મારા જનમ તારીખે તો કોઈ મહાન માણસ જનય્મુ જ નથી! બોલ!!!
પછી વીરલાંનો જવાબ સાંભળી હિરલો ઘડીકવાર માટે ડઘાય જ ગ્યો.
વીરલો :
તો તો હવે જે બીજા બધાંય જે તારા જનમ પછી તારી જનમ તારીખે જનમશે ઈ ગર્વ કરશે તારી જનમ તારીખ ઉપર. ઈ મહાન માણસ તું જ છો. ????
????
????????
????
????
????
????
????
????
????
????
????
????
????
#હિરલોવીરલો
તમારી જનમ તારીખે કોણ મહાન વ્યક્તિ જનય્મુ છે?
હિરલો :
ખરેખર હોં! આજ તો હદ જ થઇ ગઈ!
વીરલો :
લે! કાં? શું થ્યું?
હિરલો :
માણસો ST બસમાં જગ્યા રોકવા માટે રૂમાલ કે થેલા નાખે, અરે બારીમાંથી છોકરાવને બેસાડતા જોયા છે કે કદાચ એને ખુદને ચડતા જોયા છે… પણ આજ…
આજ તો એક જણાએ જગ્યા રોકવા બધી હદ પાર કરી દીધી! એને એની જગ્યા રોકવા માટે ખીચામાંથી રૂમાલની બદલે “૧૩૫ માવો” કાય્ઢો અને બારીમાંથી એક ખાલી જગ્યા દેખની યાં ઘા કયરો! બોલ!!!
હિરલો :
વીરલાં… નથી ગમતું હોં હવે કાંઈ!
વીરલો :
કાં?
હિરલો :
લાગણીશીલ કાળી ટપાલ
વીરલો :
હેં!? કઈ ટપાલ?
હિરલો :
અરે એકેય ટપાલ નઈ.
વીરલો :
તો?
હિરલો :
તું એનું English કર…
વીરલો :
તું બોલને ભાઈ….હવે!
હિરલો :
“Emotional Blackmail”…
કરે છે તારી બેન.
હિરલો :
વીરલાં… ફેસબુક સ્માઈલીઝમાં આપેલ લાઈકનાં અંગુઠાંનો કોડ ખબર છે?
વીરલો :
હાં કૌંસમાં Y લખવાનું
હિરલો :
એટલે તું ઈ વાપરશ એમને!?
પણ તને ખબર છે… ખરેખર તો એનાં બે ઉપયોગ થાય છે!
વીરલો :
ક્યાં ક્યાં? એક તો લાઈક, બીજો ક્યો!?
હિરલો :
કોઈની પોસ્ટ સાવ બકવાસ હોય અથવા વિરોધાભાષી પોસ્ટ હોય તો એને જવાબ દેવા માટે આપણે દેખાડી શકીએ “ઠેંગો”
હિરલો :
વીરલાં…
તું નાનો હતો ત્યારે સ્ટીકર ને ઈસ્ટીકર ક્હેતોને?
વીરલો :
હાં હવે ઈ તો હું ત્યારે નાનો હતો એટલે કાંઈ ખબર ન્હોતી પડતી અને હું એક જ એવું ન્હોતો બોલતો હોં! બીજા કેટલાયેય સ્ટીકરને ઈસ્ટીકર ક્હેતા!
હિરલો :
સારું. પણ આ ફેસબુકવારાંવે તો ખરેખર કમેન્ટમાં અને ચેટીંગમાં ઈ-સ્ટીકર નો ઓપ્શન મુકી દીધો છે.
વીરલો :
જયારે જયારે તને જોવ છું ત્યારે ત્યારે તું બોવ યાદ આવે છે…! ????
હિરલો :
જયારે જયારે મને જોવ છું ત્યારે ત્યારે મારી બોવ યાદ આવે છે…! ????
હેતલી :
પુજલી! જોશ ને તું આ બેય જણાને!? ???? અરીસામાં જોઇને બેય કેવા ગાંડા કાઢે છે બોલ!!!???
????
પુજલી :
હાં હેતલી! સમજી શકાય તો સમજો લાલ સનેડો! ????
“હોટેલ ઈમેજીનેશન” ની આજની નવી વાનગી
શેફ પ્રીતલી અને આસીસ્ટન્ટ હિરલાં એ બનાવેલી વાનગી
૧). દહીં ચા
(દુધમાં ચા નાખો એમ દહીમાં. )
શેફ પુજલી અને આસીસ્ટન્ટ વીરલાં એ બનાવેલી વાનગી
૨). દહીં કોફી
(દુધમાં કોફી નાખો એમ દહીંમાં. )
(જોજો હોં! આવું ખાઈપીને પછી કલ્પનામાંય બઘડાટી બોલે તો મને કાંઈ ક્હેતાં નઈ હોં હાં… )
હિરલો :
વિરલા… હાલ તીન પત્તી રમીએ.
વીરલો :
Data પ્લાન પૂરો થઇ ગ્યો ભાઈ! તારું હોટસ્પોટ ચાલું કર તો!
હિરલો :
કરું છું.
વીરલો:
Password શું છે બોલતો.
હિરલો :
હાલ લખ Password…
“HotSpotForBhikhari”
હિરલો :
વીરલાં… મારે હિંમ્મત જોઈએ છે.
વીરલો :
તો તું એક કામ કર.
હિંમ્મતનગર વયો જા.
હિરલો :
પ્રિતલી… આ લે વાંચ મારી કવિતા. ખાસ તારા માટે લય્ખી છે મેં.
હેતલી : (આશ્ચર્યથી)
પણ સનૈડાં આ તો પાંચ પાનાં ફકરાંથી જ ભરેલાં છે. કવિતાની એકેય પંક્તિ જ નથી દેખાતી!
હિરલો :
હાં પ્રિતલી. પણ કવિએ એની આ કવિતા “પદ્ય” સ્વરુપમાં લખવાને બદલે “ગદ્ય” સ્વરુપમાં લખેલી છે.
હેતલી :
સીધેસીધુ ક્હી દેને કે “લવ લેટર” છે.
હિરલો :
હેતલી…
તને છુપી છુપીને મળવાની એક અનેરી મજા છે,
પણ તારાં બાપાં જો આપણને મળતાં જોઈ જાય તો…!?
તો પછી તો ઈ કાળાપાણી જેવી જ સજા છે…..
હેતલી :
હંહ્હ્હ્હ…..
હિરલો :
ધીરજનાં ફળ મીઠાં હોય છે.
વીરલો :
ના હવે. પરમ દિવસે ઈ કાચા લઈને આય્વોતો અને બધાંય ખાટાં નીકયરાતાં.
????
????
????
????
????
????
????
હિરલો :
વીરલાં… તને ખબર છે દુનિયાના સૌથી અઘરા કામોમાંથી એક અઘરું કામ કયું?
વીરલો :
હાં. હિરલાં! દુઃખી ના થા. તું એકલો જ દુઃખી નથી વ્હાલા. હુંય દુઃખી છું. હુંય આ “હે ડેય” ની ખેતરવારી game માં Duct Tape ગોતું છું. હે ડેય game માં Duct Tape ગોતવી ઈ અઘરું જ કામ છે હોં ખરેખર!
હિરલો :
વીરલાં… તે કાલ ચાઇનીઝ ગોબ્બારો ઉડાય્ડોતો ને!?
વીરલો :
હાં. કાં? હાં તો તુંય ભેગો હતો ઉડાડવામાં! તો પછી શું કામ ને આવો પ્રશ્ન કરશ? કાં તારે ભેગું ઉડવુંતું એની?
હિરલો :
મેં કાલે આ જોયું. આ બધાંય ગોબ્બારા સરગતા સરગતા ઉડતાતાં! પણ ઈ જોઇને એક વિચાર આય્વો કે આ કેટલાં બધાં હતાં! કેટલાંય માણસોએ ઉડાય્ડા હય્શે! પાછા બધાંય જાય છે તો એક જ દિશામાં! તો આ બધાંય નું લાસ્ટ સ્ટોપ કયું હય્શે!? ક્યાં અને ક્યારે આ બધાંય નીચે ઉતયરા હય્શે!?
હિરલોને વિરલો એના ગામમાં રહેતાં એક મિત્ર ભેગાં છોકરી જોવાં ગ્યાં. છોકરા ને છોકરી અને છોકરીને છોકરો ગમી ગ્યાં. સગાઈએય કરી લીધી.
બધાંય વાતું કરતાતાં એટલામાં…
મિત્રનો સસરો :
જમાઈરાજ ફેસબુક વાપરો છો કે નઈ? ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલો કે હું કરું.
મિત્ર : (હિરલાંવીરલાંને નજીક જઈને કાનમાં કીધું)
હજી સગાઈની મીઠાઈ ખાધે એક અડધી કલ્લાકય નથી થઈ અને આને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવી છે! સગાઈ તોડી નાખું!?
પ્રિતલી :
હિરલાં… તને ખબર છે ઓલી નીમલીએ આજે શું કયરું? બોવ ગજબ કયરું હોં આજ તો એણે!
હિરલો :
હવે શું કયરું ઈ પનોતી નીમલીએ!?
પ્રિતલી :
આજ તો એક છોકરાએ નીમલીને ગામમાં પ્રપોસ કયરું અને ઈયે પાછું ભરબજારે!
ઓલા છોકરાએ ઘુંટણીયે પડીને કીધું કે “હું તને બોવ લાઈક કરું છું. શું તું મને લાઈક કરશ?શું તું મારી હારે લગન કરીશ?”
હિરલો :
ઓહો! પછી…!? પછી શું કયરું આ પનોતીએ?
પ્રિતલી :
પછી નીમલીએ ઈ છોકરાને વિચિત્ર જવાબ આય્પો!
એને કીધું
જા જા… હહહહ… તું ભલે મને લાઈક કરતો હો પણ મેં કોઈ દિ તારી એકેય પોસ્ટનેય લાઈક કયરી? તારા જેવા અને તારાથીયે સારા 3૦૦૦ જેટલાં છોકરાવ મારા ફ્રેન્ડ છે ફેસબુકમાં. હહહહ… મેં એમાંથીયે કોઈને લાઈક નથી આય્પું તો હું તારા જેવા ને શું લાઈક કરું!? અને તો લગનની વાત તો બોવ દુર રઈ… હાલતો થા… હાલતો… બોવ આય્વો છે લાઈક કરવાવારો… નાલાયક…
હિરલો :
વીરલાં…!
હુંય કામધંધે લાગી ગ્યો છું હોં અત્યારે!
વીરલો :
વાહ્હ! ક્યાં કામધંધે?
હિરલો :
“સ્વચ્છ ભારત અભિયાન”.
વીરલો :
ભાઈ… ભાઈ…
કેટલા રોડ સાફ કયરાં?
હિરલો :
રોડ તો નઈ પણ કાંઈક અલગ જ!
હુંય કામે ચય્ડો છું અને બીજા બધાંયનેય કામે લગાય્ડાં છે.
વીરલો :
વાહ્હ! મને તો ક્હેજે મારા જેવું કાંઈ કામ હોય તો!
હિરલો :
હાં હાલ. બધાંય ભેગો તુંય આપણાં ખેતરનાં તબેલે!
ગાયું, ભૈંય્સું, બકરીયું, ઘોડાં અને ગધેડાંને નવરાવીને સાફ અને સફાઈ રાખવાંનું કામ કરવાનું.
#હિરલોવીરલો
હિરલો :
જો… એય પ્રિતલી તારા માટે હું શું લઈ આય્વો!? નાનકડો ઘાઘરો.
પ્રિતલી :
ઓ વાવ. અને આ જો હુંય તારા માટે શું લઈ આવી!? નાનકડો ચડ્ડો.
હિરલો :
થેંક્યુ સ્વીટું.
આ બધુંય જોઈને ચાગલો દિકું મનમાંને મનમાં નિઃહાકો નાખીને બોય્લો :
આ બેયનું તાંઈ નઈ થાય. પન આ બેયનો પ્લેમ બોવ દજબનો છે હોં! આ છનેલો છ્તલ્તને નાનો ધાધલો ત્યે છ અને આ છનેલી તેપ્લીને નાનો તદો ત્યે છ બોલો! આનું કલવું છું!?
—
હિરલો :
વીરલાં વરી પાછી આ બાજુવારાં શાંતિભાઈના ઘરે અશાંતિ થઈ ગઈ! ????
વીરલો :
કેમ? હવે શું થ્યું પાછું? ????
હિરલો :
શાંતિભાઈનાં ઘરવારીએ શાંતિભાઈને એનાં દિકરાની ફરિયાદ કયરી કે આ તમારો ????????છોકરો મારું કાંઈ માનતો જ નથીને!
???????? તમારાં ઉપર જ ગ્યો છે!
????
શાંતિભાઈએ એને કીધું :
તું પ્હેલાં મને ઈ ક્હે કે તું મારી વાત માનસ? હેં????? નઈને!?
???? તો!?
???? તો આ તારો જ દિકરો છે. એટલે કે તારાં ઉપર ગ્યો છે.
????
????
????????
હિરલોને વીરલો બેય એકબીજાને એની પ્રેમિકાને સમજાવાનું સમજાવતાંતાં.
હિરલો :
જો વીરલાં….. તારી પાંહેં અત્યારે ટાઈમ છે જ. કાંઈક કર.
વીરલો :
હાં તો તારી પાંહે નથી? તારી પાંહેંય અત્યારના જ ટાઈમ છે!
હિરલો :
અત્યારનાં FB ઉપર જ “પોક” મુકવી સારી છે જો અત્યારે પોક નઈ કર તો પછી છેલ્લે તારે એનાં ઘરે જઈને પોક મુકવી પડશે હોં!
હિરલો :
વીરલાં… આત્મજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન કાંઈ બજારમાં વ્હેંચાતું નથી મળતું હોં હાં…!
વીરલો :
મારા કબાટમાં જો એકવાર.
“આત્મજ્ઞાન” અને “બ્રહ્મજ્ઞાન” બેય ચોપડીયું મેં બજારમાંથી વ્હેંચાતી લઈને રાય્ખી છે.
હિરલો :
વીરલાં… તું પાછલાં જનમમાં ક્યાં હતો?
વીરલો :
નથી ખબર.
હિરલો :
તો હું ક્યાં હતો?
વીરલો :
નથી ખબર.
હિરલો :
તો તને ખબર છે શું?
વીરલો :
કાંઈ નથી ખબર.
હિરલો :
તો આપણે આવતાં ભવે ક્યાં હય્શી!?
વીરલો :
નથી ખબર.
હિરલો :
તું અત્યારે ક્યાં છો?
વીરલો :
ખરેખર નથી ખબર. તારા વિચારમાં સલવાઈ ગ્યો છું હું એટલી જ ખબર છે મને બસ.
પણ સાચું બોલ તને આવાં વિચાર ક્યાંથી આવે છે હેં!?
હિરલો :
એની મને નથી ખબર.
હિરલો :
આજ તો હદ જ થઇ ગઈ હોં!
વીરલો :
લે! કાં? શું થ્યું?
હિરલો :
આજે બસમાં પેહલા એક સ્ટેશને થી ૩ બુકાનીધારી છોકરીયું ચય્ડી, પછી બીજા સ્ટેશનેથી ૨ બુકાનીધારી છોકરીયું ચય્ડી! પછી એમાંથી પેહલા જે છોકરીયું ચય્ડીતીને એમાંથી એક છોકરીએ જે બીજા સ્ટેશને જે છોકરીયું ચય્ડીતી એમાંથી એક ને પુય્છું કે “ઓળખાણ પય્ડી?”
પ્રિતલી :
તમે કોકની ઘરવાળીને જુવો તો તમારે ઈ વાત યાદ રાખવી જ જોઈએ કે તમારી ઘરવાળીનેય કોક તો જુવે જ છે.
હિરલો :
તમેય કોકનાં ઘરવાળાંને જો જોતાં હય્શો(હાં જો જોતાં હય્શો તો) તો તમારેય ઈ વાત ભુલવી ના જ જોઈએ કે તમારા ઘરવારાનેય કોક તો જોતી જ હય્શે!
ચાગલો દિકું :
એત મીનીત. હવે હું તાંઈત તંવં?
તમેય જો તોતનાં છોતયાંછોતઈયું છામે જોતાં હોવને તો તમાયેય ઈ વાત હંમેછાં યાદ લાખવી જ જોઈએ તે તમાયાં છોતયાંછોતઈયુંનેય તોત તો જુવે જ છે.
ચાગલો દિકું :
હિરલાં… તને એક છીતલેત વાત તેવી છે. ચોતલેત થવલાવ તો જ તને તઈશ.
હિરલો :
અને ના ખવરાવું તો?
ચાગલો દિકું :
તો તાંઈ નઈ. માલે છું? તાલે તાલી જીંદગી બગલી જાહે… બીજું છુંહ…!?
હિરલો :
હાલ તને ચોકલેટ ખવરાવું છું. તું ક્હેને ભાઈ કે કાલે એવું શું થાશે મારી હારે કે મારી જીંદગી બગળી જાશે!?
ચાગલો દિકું :
તાલી એતલાની નઈ પણ વીરલાંનીયે ભેદી બગલછે.
આજે જ્યાલે પ્લીતલી અને પુજલી છાકભાજી લઈને ધલે આય્વીને ત્યાલે મેં છાનામાના ઈ બેયની વાતું છાંભય્લી.
ઈ બેય તાલે તમાલાં બેય માતે એની છ્પેછીયલ વાનદીયું બનાવાની છે.
હિરલો :
સ્પેશીયલ વાનગી? કઈ?
ચાગલો દિકું :
તમે બેય જનાં તાલે દમ્મે યાં ભાદી જાજો. ઈ બેય જનીયું આય્જે દુંગલી અને લછન લીયાયવી છે.
તાલે તાલી પ્રિતલી તાલાં માતે દુંગલીવાલો દુધપાત બનાવછે અને પુજલી વીરલાં માતે લછનવાલો દુધપાત બનાવછે.
દોલ્દન ચાન્છ છે આયાંથી છતતી જાવ અત્યાલે ને અત્યાલે નહિંતલ તાલે માલે એતછોઆંથવાલાંવને અગાવથી બોલાવી લેવાં પલછે…
હિરલો :
વીરલાં!
એવાં ક્યાં બે નામ છે જેનો અર્થ એક જ થાય છે, શબ્દય બે સરખાં પણ બેયમાં આગળ-પાછળથી અલગ-અલગ અને એકબીજાથી ઉંધાં છે???
વીરલો :
(માથું ખંજવારીને વીચારે છે)
ના એવું નામ…
મને……
યાદ નથી આવતું… હોં…!!!
કાંઈક હીન્ટ તો આપ!
હિરલો :
બેયમાંથી એકમાં સંધિ છુટ્ટી છે અને એકમાં સંધિ ભેગી છે!
વીરલો :
(આવું બધું સાંભળીને ખારો થઈને)
બસ હવે બસ!
તું જ ક્હેને સ્નેહ્ડાં!
આટલું બધું ઉંડું અમને વીચારતાં ના આવડે!
હંહ્હ્હ્હ…..
હિરલો :
સાવ ઈઝી જવાબ છે!
“ઈન્દ્રજીત”
અને
“જીતેન્દ્ર”…
હિરલો :
વીરલાં… બોવ ચિંતા છે હોં બાપા!
વીરલો :
હિરલાં… જીવનની દરેક મીનીટ કેમ વેડફાય છે ઈ ખબર છે?
હિરલો :
હાં. નીચની નીચતાઈ સહન કરવામાં.
વીરલો :
હાં. પણ ખાસ તો…
એક મિનિટ પ્હેલાં શું થ્યું ઈ વિચારવામાં અને એક મિનિટ પછી શું થાશે ઈ વિચારવામાં.
હિરલો :
હાં હોં વીરલાં! પણ હું તો ઈ મીનીટ ને છુટથી અને મોજથી જીવો જ નથી અત્યાર સુધી! મારે ઈ મીનીટ જીવવી છે. એવું ખોટું વીચારવું જ નથી હવે.
વીરલો :
Thats આત્મજ્ઞાન હિરલાં!
હિરલો ને વીરલો બેય આજે થોડાંક ગંભીરતાથી કાંઈક વિચારતાતાં.
એટલામાં બેયને વિચારતાં જોઈને પ્રિતલી અને પુજલીએ બેયનાં વિચાર ભંગ કરવાનું નક્કી કયરું.
પ્રિતલીએ પ્રેમથી હિરલાંને એક ફેરવીને ગાલ ઉપર હલ્કી થપ્પડ લગાડી દીધી.
પુજલીએય વિરલાંને એક તસમસતી મીઠ્ઠી ખંજવાળ આવી જાય એવી થપ્પડ ઝીંકી.
ખબર જ હતી કે બેય આટલું ગંભીરતાંથી વિચારે છે એટલે કાંઈક નક્કામુ જ વિચારતા હય્શે!
પ્રિતલી :
કેમ મારા હિરો!? ક્યાં ખોવાઈ ગ્યો છો? મારા વિચારમાં?
પુજલી :
અને તું રાજકુંવર વીર! તું ક્યાં ખોવાઈ ગ્યો છો? મારા વિચારમાં?
ચાગલો દિકું :
લેવાં દયો. આ બેય જનાં તમાલાં વિછે તો નથી જ વિચાલતાં.
પુજલી :
તને કેમ ખબર પય્ડી!?
ચાગલો દિકું :
ધ્યાનથી જુવો ઈ બેયનાં હાથમાં એત એત તાદડ છે. અને એમાં લય્થું છે તે દુનિયાનાં અછત્ય તામો!
પ્રિતલી :
અછત્ય એટલે અસત્ય કે અશક્ય!?
પુજલી :
અશક્ય
હિરલો :
હું ‘ણ’ થી શરૂ થાતાં શબ્દ વિષે વિચારું છું.
વીરલો :
અને હું ‘ળ’ થી શરૂ થાતાં શબ્દ વિષે.
વીરલો : (હસતાં હસતાં)
હેતલી… આય્જે તો તારો હિરલાં ને મસ્ત મજા પડી ગઈ હોં!
હેતલી :
ઓહો! તમે બેય જણા હમણાં બોવ મસ્તી-બસ્તી કરો છો હોં!
હિરલો :
મસ્તી-બસ્તી!?
વાહ! સાચો પ્રાસ બેહાય્ળો છે હોં હહહહ…
આયે ઠાવકા વીરલાએ કયરી મારી મસ્તી અને ઓલા આયુર્વેદીક ડાકટરે કયરી મારી… બસ્તી…
હિરલાંની વાતથી ગામમાં એકેય પાલ્ટીવારા આજે દેખાણાં નથી અને કદાચ કાલેય નઈ જ દેખાય. આખાંય ગામમાં શાંતિ છવાઈ ગઈ છે.
હિરલાંએ માંગણી કયરી છે કે જે પાલ્ટી કે ઉમેદવાર ગામનાં દરેક જણાંને અડધો અડધો બીટકોઈન આપશે એને જ વોટ અપાશે. અમારે તો આખોય નથી જોતો.
ન્હીંતર છેલ્લે તો છે જ ને NOTA. ✌????
????
વીરલો : (હસતાં હસતાં)
હેતલી… આય્જે તો તારો હિરલાં ને મસ્ત મજા પડી ગઈ હોં!
હેતલી :
ઓહો! તમે બેય જણા હમણાં બોવ મસ્તી-બસ્તી કરો છો હોં!
હિરલો :
મસ્તી-બસ્તી!?
વાહ! સાચો પ્રાસ બેહાય્ળો છે હોં હહહહ…
આયે ઠાવકા વીરલાએ કયરી મારી મસ્તી અને ઓલા આયુર્વેદીક ડાકટરે કયરી મારી… બસ્તી…
હિરલો :
વીરલાં… આ દુનિયામાં ખાલી બે જ પ્રકારનાં માણસો છે.
વીરલો :
હાં ખબર છે ભાઈ.
એક તો અમુક માણસો અને બીજા જે “અમુક માણસો” માં ના આવતાં હોય ઈ.
હિરલાંવીરલાંની જીકમજીક
હિરલો :
પ્રેમ એટલે…
પૌવાબટેકાં
વીરલો :
પ્રેમ એટલે…
પાઉંભાજી
પુજલી :
પ્રેમ એટલે…
દહીંવડાં
પ્રિતલી :
પ્રેમ એટલે…
પાણીપુરી
ચાગલો દીકું :
પ્લેમ એતલે…
ચોતલેત આઈછત્લીમ
હિરલો :
વીરલા… ભારત મારો દેશ છે.
વીરલો :
હાં તો!? ઈ બધાંય ભારતીયનો છે.
હિરલો :
અરે હું આ દીકુંની ચોપડીમાં પેહલાં પાને લખેલ “પ્રતિજ્ઞા પત્ર” વાંચું છું. અને તને સંભળાવું છું.
વીરલો :
હાં. તો આગળ વાંચ.
હિરલો :
ભારત મારો દેશ છે.
બધાં ભારતીયો મારા ભાઈ-બેન છે… પણ…
.
વીરલો :
પણ! પણ શું!? એમાં “પણ” ક્યાંય આવતું નથી હોં!
હિરલો :
હાં બાપા હાં હવે. પણ આમાં આ સનેડાયે જે સુધારો-વધારો કયરો છે ઈ મુજબ હું વાંચું છું.
વીરલો :
હાં વાંચ વાંચ…
હિરલો :
બધાં ભારતીયો મારા ભાઈ-બેન છે… પણ…
તોઈ એત છીવાય હોં હાં…
મારી છ્વીતી ઈ તાંઈ માલી બેન નથી હોં હાં…
ઈ તો માલી દલફ્લેન્દ છે દલફ્લેન્દ…
#હિરલોવીરલો
#ગુજરાતી #Gujarati