“” શું હું કઈ મદદ કરું “”
પતિ – પત્ની કારમાં કોઈ લગ્નમાં જાતા હતા,
એટલામાં પંક્ચર પડ્યું .
બંને નીચે ઉતર્યા .
પતિ ટાયર બદલવાના કામે વળગ્યો અને પત્ની એ કચ કચ ચાલુ કરી ….
કેમ પંક્ચર પડ્યું ?
હવા નતી પુરાવી ?
ટાયર જુનું છે ?
સ્પેર વ્હીલ છે ?
ટાયર બદલવાનું સાધન છે ?
તમને ફાવશે ને ?
કપડાનું ધ્યાન રાખજો ..
લગનમાં જાવાનું છે …
મોડું થશે ……..
એવામાં એક બાઈક વાળો આવ્યો અને પૂછ્યું શું હું કઈ મદદ કરી શકું ?
પતિ એ કહ્યું – હા ..ભાઈ ..
થોડી વાર મારી પત્ની સાથે ગપ્પા મારો ..
ત્યાં સુધી હું ટાયર બદલી લવ ……