Gujarati Jokes

Loss Recovery Gujarati Jokes

એક છોકરો સાઈકલ પર દુધ લઈને જતો હતો. રસ્તામાં પથ્થર આવ્યો, સાઈકલ પડી ગઈ. બધું, દૂધ ઢોળાઈ ગયું અને ટોળું ભેગું થઈ ગયું.

‘ધ્યાન રાખવું જોઈએ ને ?’ જોઈને નથી ચલાવાતું ?’ ‘રસ્તા પર ગંદકી કરી નાંખી..’

આવા અવાજો વચ્ચે એક કાકા આગળ આવીને કહેવા લાગ્યા,

બિચારા છોકરાનો વિચાર કરો. એ એના માલિકને શું જવાબ આપશે ? બિચારાના પગારમાંથી પૈસા કપાઈ જશે. એને સલાહો આપવાને બદલે બિચારાને કંઈ મદદ કરો… લો, હું મારા તરફથી ૧૦ રૂપિયા આપું છું…’

કાકાની સલાહ બધાને ગમી. બધાએ થોડા થોડા રૂપિયા આપવા માંડયા. છોકરો રાજી થઈ ગયો કારણ દૂધની કિંમત કરતાં મળેલા રૂપિયા વધારે થઈ ગયા હતા. બધા છૂટા પડી રહ્યા હતા ત્યારે એક જણે કીધું –

‘છોકરા, પેલા કાકા ના હોત તો તારી શી હાલત થઈ હોત ? દુકાનના માલિકને તું શું જવાબ આપત ?’

છોકરો કહે છે

‘એ કાકા જ મારી દુકાનના માલિક હતા અને એ વાણીયા છે !

????????????????????????

મેનેજમેન્ટની ભાષામાં આને કેવાય Loss Recovery