કોરોના ના રસીકરણ થી શબ્દકોશ માં અમુક નવા શબ્દો ઉમેરાઇ શકે છે….
જેવાકે….
*રસિક* = રસી મુકાવેલ વ્યક્તિ
*દ્વિરસિક* = બન્ને ડોઝ પૂરા કરનાર.
*રસેન્દુ* = રસી નું નામ સાંભળતા જ ખીલી ઉઠનાર.
*રસહાસ્યક*
હસ્તે મુખે રસી લેનાર
રસી લેવામા ઉત્સાહીત,
*રસવંત/રસવંતી*
રસી મુકાવી, પછી તેની જ ટીકા કરનાર= *રસિઘ્ન*
રસી મુકાવતા ડરનાર = *રસ્પોક*
સરકારને વખોડનાર= *રસ્કારણી*
રસીકરણ વખત નો ફોટો મુકનાર= *રસિજેનીક*
રસી મુકાવી બીનધાસ્ત થઇ જનાર= *રસી-બલી,*
રસી મુકાવી ગીત ગાનાર = *રસ-કવી*
રસી મુકાવી ને ધ્યાન મગ્ન થનાર= *રસગ્ન!*
*યાદ આવે તો ચોક્કસ ઉમેરજો…..*????????????????
તો ચલાવો આગળ.
રસી લઈ ને બીમાર પડનાર
*રસબીમાર*
રસી મૂકી રાજા સમજનાર = *રસરાજ*
રસી મુકેલ સાથે લગ્ન કરનાર *રસલગની*
રસી આપનાર નર્સ – *રસદાઈની*
રસી લીધા પછી એકદમ ચિંતામુક્ત થઈ જનાર *રસપ્રજ્ઞ*
પત્નીની પહેલા રસી લેનાર પતિ – *રસિયા વાલમ*
જેણે ફક્ત દેખાડો કરવા રસી લીધી હોય તે – *રંગરસિયા*
જ્યાં સરકાર દ્વારા રસીકરણનું મોટા પાયે કામ ચાલતું હોય તે – *રસોત્સવ*
જેને રસી બાદ કોઈ આડઅસર ન આવી હોય એ – *રસાનુફૂળ*
રસી લઈ હોળીનાં રસિયા ગાનાર – *રસિક રસિયા*
રસી મુકાવ્યા પછી શબ્દો શોધી કાઢનાર .. *રસીબ્દ* ????????
રસી મુકવામાં રહી ગયેલા- *રસવંચીત..*
રસી ઇચ્છતા – *રસિવાંછુક*
રસીથી ઇન્જેક્શન દુખે એવા – *રસી પીડિત*
આ બધા શબ્દોનો ગ્રંથ *રસાકોશ..* ????
અને આ આજે ખીલેલુંશાસ્ત્ર… *રસ-શાસ્ત્ર* ????????
ભવિષ્યમાં ભણાવશે – *રસી પુરાણ*
રસીકરણ કેન્દ્ર પરની સૌથી સુંદર નખરાળી છોકરી – *રસપરી..* ????????????
ને એને લીધે રસી લેવા આવેલા છોકરાઓ – રસભમરા….????????
યાદ આવે તો હજુ ઉમેરવાની છૂટ છે..????
Leave a Comment
You must be logged in to post a comment.