રાજકારણ માં રસ લેતા મિત્રો ને જણાવવાનું કે અતી દિલથી રાજકીય રસ લેવો નહીં.
સારા માણસ ટિકિટ થી વંચીત રહે છે.
ને
બાહુબલી ને ટિકિટ મળે છે ત્યારે દિલને એટેક આવેછે.
બધા ભારતીયો ને ચાહવું.
કોઈથી નફરત કરવી નહીં.
ગામ માં સંપ રહે,
સોસાયટી માં સંપ રહે,
કુટુંબ માં સંપ રહે એનુ ધ્યાન રાખવુ.
રાજકીય ઉમેદવાર નું ખેંચવું નહિ.
બાકી આજે ભાજપ માં છે, અે કાલે કોંગ્રેસ માં જતા રહેશે,
ને જે આજે કોંગ્રેસ માં છે, એ કાલે ભાજપ માં જતા રહેશે.
બહુ દુઃખી થવું નહીં.
જાડી ચામડી ના થવું.
ધંધામાં ધ્યાન રાખવું.
કોઈ પક્ષ ને વધારે દેશભક્તિ વાળો સમજી કુદી ના પડવું.
તમારે દેશહિતનાં કાર્યો જાતે કરવા.
👉 વીજળી ની બચત કરવી.
👉ટ્રાફિક ના નિયમો પાળવા.
👉ગંદગી ના કરવી.
👉સગા ભાઈને આર્થિક મદદ કરવી.
કોઈને નડવું નહીં.
👉સોસાયટી માં ગાડી નું પાર્કિંગ કોઈને નડે એમ ના કરવું.
👉ગરીબ ફેરિયા પાસે બહુ કસ નો મારવો.
👉ઘરમાં મ્યુનિસિપાલિટી ના નળ નું પાણી બહુ બગાડવું નહીં.
👉તમાકુના માવા ખાઇ ને જ્યાં- ત્યા થુકવું નહીં.
આવી અનેક દેશહિત ની સેવા છે જે તમે કરી શકો.
બાકી ટીવી ના ડિબેટ માં દેશહિત મા જે મુદ્દા ઉપાડે તે સાંભળવામાં સમય બગાડવો નહીં
અને
મોટેથી ટીવી નો અવાજ કરી ઘરમાં પત્ની બાળકો માતાપિતા ને ખલેલ પહોંચાડવી નહીં તેમજ રાજકીય લોકોના મેસેજ વોટ્સઅેપ માં ફોરવર્ડ કરી સામાં નો સમય બગાડવો નહીં.
આ બધી દેશસેવા જ છે.
પ્રિય દેશવાસીઓ રાજકિય લોકો,
જે ચૂંટણી સમયે દેશહિતના મુદ્દા લાવે છે અે દેશહિતના હોતા નથી, પણ ફક્ત ચૂંટણી જીતવાનાજ હોય છે,
માટે ધંધામાં ધ્યાન આપો.
મતદાન કરજો પણ કોઈની સાથે સંબંધ બગાડતા નહીં.
વિચારવા 🤔 જેવુ ખરુ કે નહી???
🙏🙏🙏🙏🙏🙏🙏
બે વિપરીત પરીસ્થિતીના કારણે દેશ પાયમાલી ભોગવે છે,
એક : શિક્ષણમાં રાજકારણ વધુ છે એ, અને
બીજુ : રાજકારણમાં શિક્ષણ ઓછુ છે એ..!!
Its reality it’s true
Leave a Comment
You must be logged in to post a comment.