પોલિસની ભરતી માં મંત્રીજીની સાળી એ ભાગ લીધો.
1600 મીટરની રેસ સાડા છ મિનિટ માં પુરી કરી.
મંત્રીજી ની સાળી હોઈ નિરીક્ષણ વાળા એ ધીમે રહી ને આમ છ મિનિટ કરી આપ્યુ. કેમ કે મંત્રીજીની સાળી હતી.
પછી તે કાગળ DSP, SP, DIG છેલ્લે IG પાસે ગયુ ત્યાં સુધી સાડા છ મિનિટ માંથી દોઢ મિનિટ થઈ ગયું…
I.G ગોથે ચડ્યા અને બોલ્યા,
આ કોણ છે જે દોઢ મિનિટ માં દોડી ગઈ???
કોઈએ કીધુ,
સાહેબ આ મંત્રીજીની સાળી છે.
અલ્યા એ બધું તો ઠીક પણ વર્લ્ડ રેકોર્ડ નુ તો ધ્યાન રાખવું તુ,
વર્લ્ડ રેકોર્ડ ચાર મિનિટનો જ છે.